એશિયન ગેમ્સમાં દેશનું પ્રતિનિધિત્વ કરવાનું સ્વપ્ન જાનાર ૧૭ વર્ષીય ભારતીય તરવૈયાને મોટો ફટકો પડ્યો છે. પ્રતિબંધિત પદાર્થ માટે સકારાત્મક પરીક્ષણ બાદ તેના પર ૧૮ મહિના માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પરિણામે, તે આ મહિને જાપાનના આઈચી-નાગોયામાં યોજાનારી એશિયન ગેમ્સમાં ભાગ લઈ શકશે નહીં.યુવાન તરવૈયાએ બે ઇવેન્ટમાં એશિયન ગેમ્સ માટે ક્વોલિફાય કર્યું હતું અને ખંડીય રમતો માટે તૈયાર કરાયેલા સંભવિત ખેલાડીઓની યાદીમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જાકે, ફેબ્રુઆરીમાં લેવામાં આવેલા તેના નમૂનામાં પ્રતિબંધિત પદાર્થ ટર્બ્યુટાલિનની હાજરી મળી આવી હતી. તે બીટા-૨ એગોનિસ્ટ છે, જે ડોપિંગ વિરોધી નિયમો હેઠળ પ્રતિબંધિત છે. નમૂનામાં પ્રતિબંધિત પદાર્થ મળી આવ્યા બાદ, તરવૈયાનું નામ એશિયન ગેમ્સના સહભાગીઓની યાદીમાંથી દૂર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગયા અઠવાડિયે આ કેસની સુનાવણી થઈ હતી, અને બુધવારે સવારે તેને ૧૮ મહિનાના સસ્પેન્શનની સજા ફટકારવામાં આવી હતી.
સ્વિમિંગ ફેડરેશન ઓફ ઈÂન્ડયાના નજીકના એક સૂત્રએ પીટીઆઈને જણાવ્યું હતું કે તરવૈયાને આ વર્ષની શરૂઆતમાં ડોપિંગ ઉલ્લંઘનની જાણ કરવામાં આવી હતી, પરંતુ કેસની સુનાવણી ગયા અઠવાડિયે જ થઈ શકી હતી. આ પછી, સવારે પ્રતિબંધની જાહેરાત કરવામાં આવી હતી.
એસએફઆઇએ સુનાવણી પ્રક્રિયા ઝડપી બનાવવાનો પ્રયાસ કર્યો હતો જેથી જા તેને રાષ્ટÙીય ડોપિંગ વિરોધી એજન્સી તરફથી ક્લીનચીટ મળે, તો તે એશિયન ગેમ્સમાં ભાગ લઈ શકે. પરંતુ હવે, ૧૮ મહિનાના પ્રતિબંધને કારણે, એશિયન ગેમ્સમાં ભાગ લેવાનો તેમનો માર્ગ સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. રસપ્રદ વાત એ છે કે, આ સ્વિમરનો જાડિયા ભાઈ ભારતીય એશિયન ગેમ્સ ટીમનો ભાગ છે.
નોંધનીય છે કે આઈચી-નાગોયા એશિયન ગેમ્સ ૨૦૨૬ ૧૯ સપ્ટેમ્બરથી જાપાનમાં શરૂ થવાની છે. ભારત આ એશિયન ગેમ્સમાં મોટી સંખ્યામાં ખેલાડીઓ સાથે ભાગ લેવાની તૈયારી કરી રહ્યું છે. આવી સ્થિતિમાં, ડોપિંગ કેસમાં એક યુવાન અને લાયક તરવૈયાને બાકાત રાખવામાં આવવું એ ભારતીય સ્વિમિંગ માટે મોટો ફટકો માનવામાં આવે છે.














































