અમરેલી ખાતે યોજાયેલી જિલ્લા કક્ષાની SGFI કબડ્ડી ટુર્નામેન્ટમાં ગજેરા કેમ્પસ-વિદ્યાસભાની ટીમોએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. આ સ્પર્ધામાં શાળાની અંડર-૧૪ બહેનોની ટીમે શાનદાર રમત દાખવી સુવર્ણ પદક જીત્યો હતો, જ્યારે અંડર-૧૪ ભાઈઓની ટીમે કાંસ્ય પદક મેળવીને સંસ્થાનું નામ રોશન કર્યું છે. સુવર્ણ પદક મેળવનાર બહેનોની ટીમ હવે રાજ્યકક્ષાની કબડ્ડી સ્પર્ધામાં સમગ્ર અમરેલી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.વિદ્યાર્થીઓની આ સફળતા તેમની નિયમિત મહેનત, તાલીમ અને કોચ ખોડુભાઈ ખુમાણના માર્ગદર્શનનું પરિણામ છે. આ ઉપલબ્ધિ બદલ સંસ્થાના પ્રમુખ વસંતભાઈ ગજેરા, મેનેજિંગ ટ્રસ્ટી અશોકભાઈ ગજેરા, મંત્રી ચતુરભાઈ ખૂંટ, મનસુખભાઈ ધાનાણી તથા કેમ્પસ ડાયરેક્ટર વસંતભાઈ પેથાણી સહિતના આગેવાનોએ બંને ટીમો અને તેમના કોચને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા અને આગામી રાજ્યકક્ષાની સ્પર્ધા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.