લાઠી-બાબરા પંથકના ધારાસભ્ય જનક તળાવીયાના પ્રયાસોથી લાઠી અને લીલીયા તાલુકાને જોડતા જર્જરિત રોડના રીસર્ફેસિંગ માટે રાજ્ય સરકાર દ્વારા ૧૧ કિ.મીના રોડ માટે રૂ. ૩૦ કરોડની મંજૂરી આપવામાં આવી છે. લાંબા સમયથી બિસ્માર હાલતમાં રહેલા આ માર્ગને કારણે વાહનચાલકો અને ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. ધારાસભ્યની રજૂઆત બાદ માર્ગ અને મકાન વિભાગ દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. રીસર્ફેસિંગ કામગીરી પૂર્ણ થયા બાદ માર્ગની ગુણવત્તામાં સુધારો થશે અને વાહન વ્યવહાર વધુ સરળ બનશે. આ માર્ગ આસપાસના અનેક ગામો માટે મુખ્ય પરિવહન માર્ગ હોવાથી લોકોને મોટી રાહત મળશે.મંજૂરીના સમાચારથી લાઠી અને લીલીયા પંથકના ગ્રામજનોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. ગ્રામજનોએ ધારાસભ્યનો આભાર વ્યક્ત કરી કામગીરી વહેલી તકે શરૂ કરવાની આશા વ્યક્ત કરી છે.








































