રાજ્ય સરકારના કૃષિ વિભાગ દ્વારા શરૂ કરાયેલા ડિજિટલ અભિગમને અમરેલી જિલ્લામાં અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડ્‌યો છે. ખેડૂતોને આર્થિક બ્બોજમાંથી મુક્તિ અપાવવા અને વ્યાજબી ભાવે ગુણવત્તાયુક્ત સબસીડીયુક્ત બિયારણ પૂરું પાડવા માટે સરકારે આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂક્યું છે. આ નવતર પ્રયોગના પરિણામે, બજારના ઊંચા ભાવોથી બચવા માટે અમરેલી જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી કુલ ૩૬,૬૬૯ જેટલા જાગૃત ખેડૂતોએ ઓનલાઈન અરજીઓ નોંધી છે. વિવિધ પાકોના બિયારણ મેળવવા માટે ખેડૂતોએ તાલુકાવાર વ્યાપક પ્રમાણમાં ફોર્મ ભર્યા છે.જેથી ખેડૂતોને હવે સબસીડીયુક્ત બિયારણ વ્યાજબી ભાવે મળી શકશે