હવસની ભૂખ સંતોષવા માટે નરાધમે એક યુવતીની જિંદગી સાથે રમત રમી. પોતે પરિણીત હોવા છતાં યુવતીને લગ્નની લાલચ આપીને તેની સાથે અવાર નવાર શારીરિક સંબંધ બાંધ્યા અને યુવતીને ગર્ભવતી કરી. બાદમાં યુવતી સાથે લગ્ન કરવાની ના કહીને ગર્ભપાત કરાવવાં દબાણ કર્યું. અંતે યુવતીએ તેના પરિવારજનોને જાણ કરતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો. પોલીસે નરાધમ આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
અમદાવાદના સરખેજ વિસ્તારમાં યુવતીને લગ્નની લાલચ આપીને વિજય બાવળીયા નામના નરાધમે અવાર નવાર શારીરિક સંબંધ બાંધ્યો અને યુવતીને ગર્ભવતી પણ બનાવી હતી. જાકે યુવતી જ્યારે વિજયને લગ્ન કરવા માટે કહ્યું ત્યારે તે અલગ અલગ બહાના બતાવતો હતો. અંતે યુવતીને શંકા જતા તે આરોપીના ઘરે પહોંચી ગઈ હતી. જ્યાં તેને જાણ થઈ હતી કે આરોપી પોતે પરિણીત છે અને તેને એક દીકરો પણ છે. આ બાબતની જાણ થતા જ યુવતીના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને તેને બનાવની જાણ તેના માતાને કરી હતી. પરિવાર દ્વારા સરખેજ પોલીસ મથકમાં સમગ્ર મામલે ફરિયાદ નોંધાવાઈ હતી. ફરિયાદને આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી અને યુવતીનો ભાઈ બંને મિત્રો હતા. જેથી આરોપી અવાર નવાર યુવતીના ઘરે આવ્યો હતો. આ સમયે યુવતી અને તેના વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. ત્યાર બાદ જ્યારે યુવતી ઘરે એકલી હોય ત્યારે નરાધમ એકલતાનો લાભ લઈને યુવતીને લગ્નની લાલચ આપીને શારીરિક સંબંધ બાંધતો હતો. આરોપીએ અત્યાર સુધીમાં સાતથી આઠ વખત યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યો છે. જ્યારે પોતે પરિણીત હોવાની વાત પણ તેણે યુવતી થી છુપાવી હતી. આ વચ્ચે યુવતીને ગર્ભવતી કરી. બાદમાં યુવતી સાથે લગ્ન કરવાની ના કહીને ગર્ભપાત કરાવવાં દબાણ કર્યું. અંતે યુવતીએ પોતાના પરિવારને જાણ કરી અને પોલીસ ફરિયાદ નોંધાવી. જે બાદ પોલીસે શખ્સ સામે કાર્યવાહી કરી..
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી અગાઉ વર્ષ ૨૦૧૭ માં નરોડામાં એક હત્યાના ગુનામાં સંડોવાયેલા છે અને આ કેસમાં તેની ધરપકડ બાદ હાલ જામીન પર છૂટ્યો હતો. હાલમાં પોલીસે આ સમગ્ર મામલે આરોપીની પૂછપરછ શરૂ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે