અમરેલી કેળવણીકાર વસંતભાઈ ગજેરા દ્વારા સુરત બાદ હવે અમરેલી ખાતે પણ ‘વાત્સલ્યધામ‘ કાર્યરત થવા જઈ રહ્યું છે. સ્વ. ચંપાબેનના માતૃત્વભર્યા સ્વપ્નને સાકાર કરતા ગજેરા પરિવારે સુરતમાં વર્ષ ૨૦૦૬થી શરૂ કરેલા આ સેવાયજ્ઞ દ્વારા અત્યાર સુધીમાં ૧૫૦૦થી વધુ નિરાધાર બાળકોને ભોજન, કપડાં, ઉચ્ચ શિક્ષણ અને સંસ્કાર આપીને પોતાના પગ પર ઊભા કર્યા છે.વસંત દાદાના દેશભરમાં ૧૦ વાત્સલ્યધામ ઊભા કરવાના લક્ષ્યના ભાગરૂપે અમરેલી અને ઓડિશા ખાતે નિર્માણ કાર્યો પૂર્ણતાના આરે છે. આગામી નવા શૈક્ષણિક સત્રથી અમરેલી વાત્સલ્યધામ ખાતે નિરાધાર અને અસહાય બાળકો માટે પ્રવેશ રજીસ્ટ્રેશન પ્રક્રિયા સત્તાવાર રીતે શરૂ કરી દેવામાં આવી છે. ગજેરા કેમ્પસ, વિદ્યાસભા, લાઠી રોડ સ્થિત આ સંસ્થાનો સંપર્ક ૮૨૩૮૬૩૮૦૦૦ પર કરી શકાશે.











































