સાવરકુંડલા તાલુકા ભાજપ સંગઠનને આંતરિક રીતે વધુ સશક્ત અને વેગવંતું બનાવવા માટે ‘અટલધારા’ કાર્યાલય ખાતે એક મહત્વપૂર્ણ કાર્યશાળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સ્થાનિક લોકપ્રિય ધારાસભ્ય મહેશ કસવાળાના સચોટ માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ વિશેષ કાર્યશાળામાં તાલુકા સ્તરના તમામ પદાધિકારીઓ અને સક્રિય કાર્યકર્તાઓ ખૂબ જ ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા. આ વૈચારિક કાર્યશાળા દરમિયાન, ધારાસભ્ય મહેશભાઈ કસવાળાએ આગામી સમયમાં આવનારા વિવિધ સંગઠનાત્મક લોકઉપયોગી કાર્યક્રમોને સંપૂર્ણપણે સફળ બનાવવા માટે દરેક સ્તરે વિસ્તૃત અને સઘન ચર્ચા-વિચારણા કરી હતી.










































