લીલીયા પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ સંજયભાઇ જીવરાજભાઇ ઇટાળીયાની ટીમ દ્વારા જુગારની રેઇડ કરવામાં આવી હતી. આ રેઇડ દરમિયાન લીલીયા ગામના પાંચ ઇસમ મુબારકભાઇ સુમરા, હારૂનભાઇ કોરેજા, ઇકબાલભાઇ સમા, જાકિરભાઇ શિરમાન અને મુસ્તાકભાઇ શીરમાન જાહેરમાં પૈસાની હાર-જીતનો તીનપતીનો જુગાર રમતા ઝડપાયા હતા. પોલીસે ઘટનાસ્થળેથી રોકડા રૂપિયા ૩૭૫૦ અને ગંજીપતાના ૫૨ પાના મળી કુલ રૂપિયા ૩૭૫૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. રેઇડ દરમિયાન ત્રણ આરોપીઓ રંગેહાથ પકડાઇ ગયા હતા, જ્યારે બે આરોપીઓ નાસી જવામાં સફળ રહ્યા હતા. આ તમામ ઇસમો વિરૂધ્ધ જુગાર ધારા હેઠળ ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.










































