અમરેલીમાં સેન્ટિંગના સામાનના ભાડાના બાકી પૈસા મુદ્દે એક યુવકને ઢીકાપાટુ વડે માર મારવામાં આવ્યો હતો. સંજયભાઇ જેઠાભાઇ બગડા (ઉ.વ.૩૫)એ આરોપી રાજુભાઇ ધારગણી વાળા તથા તેમના દીકરા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, સંજયભાઈના પિતા છેલ્લા છ-સાત વર્ષથી રાજુભાઈ ધારગણી પાસેથી સેન્ટિંગનો સામાન ભાડે લેતા હતા. તેમની પાસે ભાડાના પૈસા બાકી હોવાથી આરોપીએ સંજયભાઈને અમરેલી જેશીંગપરા કામનાથ મંદિરના ગેટ પાસે બોલાવ્યા હતા. જ્યાં બંને આરોપીઓએ તેમને ઢીકાપાટુ વડે મૂઢમાર મારીને ગાળો આપી હતી. અમરેલી એસ.સી. એસ.ટી. સેલના નાયબ પોલીસ અધીક્ષક પી. આર. રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.










































