બાબરામાં આવેલા શાહ પેટ્રોલપંપ પાછળ પતિ-પત્નીના ઝઘડામાં સમજાવવા જતાં યુવકને છાતીના ભાગે પથ્થરનો ઘા મારવામાં આવ્યો હતો. આ અંગે હરેશભાઇ કાળુભાઇ ખટાણા (ઉ.વ.૨૫)એ સાજનભાઇ વિભાભાઇ ચારોલીયા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, આરોપી તથા તેના પત્ની અંદરોઅંદર ઝઘડો કરતા હતા. તે વખતે ફરિયાદી તેમને સમજાવવા જતા આરોપીએ ઉશ્કેરાઇ જઇ જેમ-ફાવે તેમ ગાળો આપવા માંડી હતી. તેમણે ગાળો આપવાની ના પાડતા આરોપીએ પથ્થર લઈ તેમને છાતીના ભાગે છૂટો મારી લોહી કાઢ્યું હતું. બાબરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એસ. કે. મકવાણા વધુ તપાસ કરી રહ્યા છે.










































