અમરેલી જિલ્લામાંથી વધુ ત્રણ વ્યક્તિઓ લાપતા થયાની ફરિયાદ નોંધાઈ છે. લાઠીના દેરડી (જાનબાઈ) ગામેથી એક પરિણીતા પોતાના પુત્ર સાથે ઘરેથી ચાલી નીકળી હતી. આ અંગે દિનેશભાઈ નાનજીભાઈ સાબળિયા (ચૌહાણ) (ઉ.વ. ૩૮) એ જાહેર કર્યા મુજબ, તેમના પત્ની પિનલબેન પોતાના ૮ વર્ષના પુત્રને લઈ રાત્રિના આશરે દસથી સાડા દસ વાગ્યા દરમિયાન પોતાના ઘરેથી કોઈને કંઈ પણ કહ્યા વગર ક્યાંક જતા રહ્યા હતા.
બીજા બનાવમાં જાફરાબાદના ભાડા ગામે રહેતા મધુભાઈ સાજણભાઈ મહીડા (ઉ.વ. ૪૯)એ જાહેર કર્યા મુજબ, તેમની પુત્રી પાયલબેન (ઉ.વ. ૧૯) ભાડા ગામે આવેલા પોતાના ઘરેથી કોઈને કંઈ જાણ કર્યા વગર જતી રહી હતી. ત્રીજા બનાવમાં બાબરાના ગરણી ગામે રહેતા અશોકભાઈ શામજીભાઈ ડાબસરા (ઉ.વ.૪૧)એ જાહેર કર્યા પ્રમાણે, તેમની દીકરી ખુશીબેન (ઉ.વ.૧૮) ગરણી ગામે પોતાના રહેણાંક મકાનેથી કોઈને કંઈ કહ્યા વગર ક્યાંક જતી રહી હતી.










































