અમદાવાદ શહેરમાં એટીએમ પર રૂપિયા ઉપાડવા આવતા નિર્દોષ નાગરિકોને વાતોમાં ફસાવી, નજર ચૂકવીને તેમનું છ્સ્ કાર્ડ બદલી નાખતી હરિયાણાની એક શાતિર ગેંગનો પર્દાફાશ થયો છે. પોલીસે બે ગુનેગારોની ધરપકડ કરી અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં ૧૦ ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે.
અમદાવાદમાં ઇસનપુર પોલીસે શહેરના વિવિધ વિસ્તારમાં છ્સ્ સેન્ટરો પર પાછળ ઊભા રહી પીઆઇએન નંબર જાઇ લીધા બાદ કાર્ડ બદલીને લાખો રૂપિયા ઉપાડી લેતી આંતરરાજ્ય ગેંગના બે સાગરીતોને અમદાવાદની ઇસનપુર પોલીસે અને ટેકનિકલ સર્વેલન્સના આધારે રંગેહાથ ઝડપી લીધા છે. પકડાયેલા આરોપીઓ હરિયાણાના રહેવાસી છે અને તેમની પૂછપરછમાં ઇસનપુર, વેજલપુર, સરખેજ અને આંદનગર પોલીસ મથકના ૧૦ ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે.
બનાવની વિગત જાઇએ તો ૨૧ માર્ચ ૨૦૨૬ના રોજ ગોવિંદવાડી વિસ્તારમાં પંજાબ નેશનલ બેંકના એટીએમ પર ફરિયાદી રૂપિયા ઉપાડવા ગયા હતા. આ દરમિયાન બે અજાણ્યા શખ્સોએ તેમની પાછળ ઉભા રહી એટીએમનો પીઆઇએન નંબર જાઇ લીધો હતો. બાદમાં વાતચીતમાં વ્યસ્ત રાખી ફરિયાદીનું એટીએમ કાર્ડ બદલી નાંખ્યુ હતું અને તે કાર્ડનો ઉપયોગ કરી સોનાની ખરીદી તેમજ એટીએમમાંથી રોકડ ઉપાડી ૧.૮૦ લાખની છેતરપિંડી આચરી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી ઇસનપુર પોલીસ સ્ટેશનના પીઆઇ બી.એસ. જાડેજાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ સી.એલ.રબારી અને સર્વેલન્સ સ્ટાફે સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ એનાલિસિસ અને મોબાઇલ સીડીઆરના આધારે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન આરોપીઓ હરિયાણાના હોવાનું સામે આવ્યું હતું. પોલીસે એટીએમ પર વોચ ગોઠવી બંને આરોપીઓને રંગેહાથ ઝડપી લીધા હતા.
ડીસીપી ઝોન ૬ ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે, પકડાયેલા આરોપીઓની ઓળખ રવિ હોંશિયારસિંહ કુમાર અને સંજય પ્રેમસિંહ સૈની તરીકે થઈ છે. બંને હરિયાણા રાજ્યના રહેવાસી છે અને વિવિધ રાજ્યોમાં એટીએમ કાર્ડ બદલવાની મોડસ ઓપરેન્ડીથી લોકો સાથે છેતરપિંડી કરતા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે આરોપીઓ પાસેથી રૂ. ૩૪ હજાર રોકડા, વિવિધ બેંકોના ૨૮ ડેબિટ કાર્ડ, ગુનામાં વપરાયેલી હીરો સ્પ્લેન્ડર મોટરસાઇકલ અને બે એપલ આઈફોન મળી કુલ રૂ. ૧.૧૪ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. તપાસ દરમિયાન આરોપીઓની સંડોવણી અમદાવાદના ઇસનપુર, વેજલપુર, સરખેજ અને આનંદનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કુલ ૧૦ છેતરપિંડીના ગુનાઓમાં હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત આરોપી સંજય સૈની સામે ગોવાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં પણ સમાન પ્રકારના ગુનાઓ નોંધાયેલા હોવાની વિગતો સામે આવી રહી છે. ઇસનપુર પોલીસની સતર્કતા અને ટેક્નિકલ તપાસના આધારે આ ગેંગનો પર્દાફાશ થતાં અનેક એટીએમ કાર્ડધારકો સાથે થયેલી છેતરપિંડીના ગુનાઓનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે.










































