અમરેલીના મોટા માચીયાળા ગામેથી પોલીસે ચાર જુગારીને રોકડા ૧૭,૫૫૦ સાથે ઝડપ્યા હતા. પરબતભાઇ ઉર્ફે પોપટભાઇ ચાવડા,પ્રવિણભાઇ ભીખાભાઇ ચૌહાણ, વિશાલભાઇ રવજીભાઇ ચાવડા તથા બાઘાભાઇ કરશનભાઇ કોટડીયા જાહેરમાં પૈસા-પાના વડે હાર-જીતનો તીન-પત્તીનો જુગાર રમતાં ઝડપાયા હતા.