બગસરામાં બે પક્ષો વચ્ચે થયેલી માથાકૂટ પોલીસ મથકે પહોંચી હતી. તેમજ બંને પક્ષોએ સામ સામી ફરિયાદ નોંધાવી હતી. તસ્નીમભાઈ ફીરોજભાઈ ચોપડાએ ઉવેશભાઈ રાજુભાઈ કુરેશી, નવસાદભાઈ નજીરભાઈ પબડા, એઝાઝભાઈ યુનુસભાઈ પરમાર સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ, તેઓ તેમની સાગર પાન સેન્ટરની દુકાને હાજર હતા ત્યારે આરોપીઓ એક્ટિવા લઈને આવ્યા હતા અને બોલાચાલી કરવા લાગ્યા હતા. જેથી તેમણે હું તમારી સાથે વાત કરતો નથી તેમ કહેતા ઉશ્કેરાઈ ગયા હતા અને એક્ટિવા પરથી ઉતરી ડાબા ગાલે છરીનો ઘા મારી ચરકો કર્યો હતો. આ સમયે તેમના કાકા બચાવવા વચ્ચે પડતાં તેમને પણ ઈજા પહોંચાડી હતી. જે બાદ ઉવેશભાઈ રાજુભાઈ કુરેશીએ જુનેદભાઈ ગફારભાઈ ચોપડા, ભૈયા, અકીલભાઈ રફીકભાઈ ચોપડા, સુફીયાન જમાલભાઈ ચોપડા, તસ્નીમ ફીરોજભાઈ ચોપડા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેઓ તથા તેમના મિત્રો લગ્ન પ્રસંગથી ઘરે પરત હતા. સાગર પાન સેન્ટર પાસે પહોંચ્યા ત્યારે આરોપીએ તેમની એક્ટિવા ઉભી રખાવી હતી. તેમજ ગાળો આપવા લાગ્યા હતા. તેમણે ગાળો બોલવાની ના પાડતાં છરીનો એક ઘા જમણા હાથની આંગળી વચ્ચે માર્યો હતો. તેમજ લોખંડના પાઈપ વડે મુંઢ માર માર્યો હતો.