આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ ડા. પ્રવિણભાઈ તોગડિયાએ તાજેતરમાં અંટાળીયા ગામની વિશેષ મુલાકાત લીધી હતી. આ પ્રવાસ દરમિયાન તેઓ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મહામંત્રી નિર્મળભાઈ ખુમાણના નિવાસસ્થાને ગયા હતા અને તેમની સાથે સંગઠનના કાર્યો અંગે ચર્ચા કરી હતી. ત્યારબાદ તેમણે પ્રખ્યાત અંટાળીયા મહાદેવ મંદિરે જઈને પૂજા-અર્ચના કરી ધન્યતા અનુભવી હતી. આ ધાર્મિક અને સંગઠનાત્મક મુલાકાતમાં તેમની સાથે સૌરાષ્ટ્ર પ્રાંતના અધ્યક્ષ ડા.જી.જે.ગજેરા, વિઠ્ઠલભાઈ માદળિયા, નિલેશભાઈ સોલંકી, રમેશભાઈ વેકરિયા તેમજ લીલીયા તાલુકાના મહામંત્રી સહિત આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અનેક અગ્રણીઓ અને કાર્યકરો ઉત્સાહભેર જોડાયા હતા.