અમરેલી જિલ્લાની ઉત્સાહી મહિલા રોજગાર ઈચ્છુકોને આજીવિકાની ઉત્તમ તક પૂરી પાડવા માટે આગામી ૨૧ મે ૨૦૨૬ના રોજ સવારે ૧૧ઃ૦૦ કલાકે આલ્ફા ઓટો લીન્ક (નેક્સા), લાઠી રોડ, અમરેલી ખાતે એક ખાસ ભરતી મેળો યોજાશે. અગ્રગણ્ય એકમ આલ્ફા ઓટો લીન્ક એલએલપી માટે યોજાનારા આ મેળામાં ૨૦ થી ૪૦ વર્ષની વય ધરાવતી તેમજ ગ્રેજ્યુએટ, ડિપ્લોમા મિકેનીક, આઈ.ટી.આઈ. કે ટેલીની લાયકાત ધરાવતી મહિલાઓ ભાગ લઈ શકશે. આ ભરતી મેળાનો લાભ લેવા માટે ઉમેદવારોએ સરકારના સત્તાવાર અનુબંધમ વેબપોર્ટલ પર જોબસીકર તરીકે ઓનલાઇન નોંધણી કરાવવી ફરજિયાત છે. જો કે જે ઉમેદવારોએ અગાઉ નોંધણી નથી કરાવી તેઓ પણ જરૂરી શૈક્ષણિક દસ્તાવેજો અને ઓળખપત્ર સાથે સીધા નિયત સ્થળે હાજર રહીને આ પ્રક્રિયામાં જોડાઈ શકે છે.










































