અમરેલીના રામેશ્વર સત્સંગ મહિલા મંડળ દ્વારા રામવાડી ખાતે પૂજ્ય ભક્તિબાપુ (માનવ મંદિર-સાવરકુંડલાવાળા)ની ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. કથાના બીજા દિવસે ભક્તિબાપુએ રાજા પરીક્ષિતની વાતો કરી હતી. આ કથામાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા. સંગીત-ભજન, રાસ ગરબા અને જ્ઞાન સાથે ભાગવતના દ્રષ્ટાંતો સાથે આ કથામાં ચલાલા દાનબાપુની જગ્યામાંથી કેટલાક બહેનો મહેમાન તરીકે ઉપસ્થિત થયા હતા. પ્રસિધ્ધ રામાયણ કથાકાર પૂજ્ય રવિરામ બાપુ હરિયાણીની પણ ખાસ ઉપસ્થિતિ હતી. આ પ્રસંગે ભક્તિબાપુના શિષ્ય મનિષાદીદી અને દક્ષાદીદી એ પણ ભક્તિબાપુના આશીર્વાદ લઇ કથા શ્રવણ કર્યું હતું. સર્વ પિતૃ મોક્ષાર્થે આયોજિત ભાગવત કથામાં બીજા દિવસે ખૂબ જ મોટી સંખ્યામાં બહારથી મહેમાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.










































