અમરેલી જિલ્લામાંથી પોલીસે વિવિધ સ્થળેથી છ શરાબીને પાસ પરમીટ વગર કેફી પીણું પીધેલી હાલતમાં ફરતા ઝડપી લીધા હતા. વંડા, જામકા, મોટા જીંજુડા, અમરેલી, નાગેશ્રી અને વાવડી ગામેથી એક-એક મળી કુલ છ ઈસમો પકડાયા હતા. ડુંગર રેલવે ફાટક પાસેથી ૨ લીટર તથા ચાપાથળ ગામેથી ૨ લીટર મળી કુલ ૪ લીટર પીવાનો દેશી દારૂ કબ્જે કરાયો હતો.











































