અમરેલી લોકસભા ઇન્ચાર્જ અને આમ આદમી પાર્ટીના આગેવાન કાંતિભાઈ સતાસીયાએ બગસરા મામલતદારને ખેડૂતોની મુશ્કેલી અંગે વિગતવાર પત્ર પાઠવ્યો છે પત્રમાં કાંતિભાઈ સતાસિયાએ જણાવ્યું છે કે ચોમાસુ નજીકમાં છે અને ખેડૂતોને આગોતરું વાવેતર કરવા માટે ખેતી કામ તૈયાર કરવા માટે ટ્રેક્ટર માં ડીઝલની તાતી જરૂરિયાત હોય ત્યારે કોઈપણ વિસ્તારમાં ખેડૂતોને પેટ્રોલ પંપ પર કેરબામાં ડીઝલ આપવામાં આવતું નથી અને ટ્રેક્ટર લઈને ડીઝલ પુરાવવાનો આગ્રહ રાખવામાં આવે છે જેના કારણે વધુ ડીઝલ પેટ્રોલ પંપ સુધી પહોંચવામાં જ વેડફાઈ જાય છે જેથી ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને શહેર સુધી ટ્રેક્ટર લાવવું શક્ય ન હોય તો પેટ્રોલ પંપ પર કહેવામાં ડીઝલ ભરી આપવામાં આવે તેવી અંતમાં રજૂઆત કરવામાં આવી છે.










































