ઉના રેલવે સ્ટેશન નજીક અવાવરું જગ્યાએથી એક પુરુષનો પાંચથી સાત દિવસ જૂનો કોહવાયેલો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. હિન્દુ યુવા સંગઠનના મહેશભાઈ બારૈયા અને અજયભાઈ બાંભણીયાને દુર્ગંધ આવતા તેમણે તપાસ કરી પોલીસને જાણ કરી હતી. ઘટનાસ્થળે પી.આઈ. મોરી તથા નાયબ મામલતદાર મકવાણાએ પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતદેહ અત્યંત વિકૃત હોવાથી ઓળખ થઈ શકી નથી. હાલ પોલીસે આ બનાવ હત્યા છે કે આત્મહત્યા તે દિશામાં સરકારી હોસ્પિટલ પીએમ રિપોર્ટના આધારે તપાસ શરૂ કરી છે.