વાવ-થરાદના દિયોદરના સોની ગામે આત્મહત્યાનો બનાવ બન્યો છે. સોની ગામે ઝડ પરથી યુવક-યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે. ગામની સીમમાંથી બંને લોકોના મૃતદેહ મળી આવ્યા છે. બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી છે. યુવક-યુવતીએ અગમ્ય કારણોસર ફાંસો ખાધો હોવાનો મનાય છે. મૃતક બંને પ્રેમીપંખીડા હોવાનું માનવામાં આવે છે.
વાવથરાદ પોલીસે યુવકયુવતી બંનેના મૃતદેહો કબ્જે કર્યા છે અને ફોરેન્સીક તપાસ માટે મોકલી આપ્યા છે. આ ઉપરાંત પોલીસે બંને પાસેના મોબાઇલ ફોન પણ કબ્જે કર્યા છે. પોલીસનું કહેવું છે કે ફોરેન્સીક તપાસ થયા પછી ટૂંક સમયમાં તેમની ઓળખ સુનિશ્ચિત કરીને તેમના સગાસંબંધીઓને મૃતદેહ સોંપી દેવાશે. જોકે હાલમાં તો પોલીસ બંને મૃતકના સગાસંબંધીઓને શોધવામાં લાગેલી છે.
પોલીસનું માનવું છે કે આ આત્મહત્યા પાછળ પ્રેમપ્રકરણ કારણભૂત હોઈ શકે છે. બંનેના કુટુંબે તેમના લગ્ન મંજૂર ન કર્યા હોવાના પગલે તેઓએ આ પગલું ભર્યુ હોઈ શકે છે. આમ છતાં પણ પોલીસ બીજા કોઈ એન્ગલની સંભાવના પણ નકારી કાઢતી નથી. તેથી પોલીસે જા સુસાઇડ નોટ મળી જાય તો કંઇ ચિત્ર સ્પષ્ટ થાય તે હેતુથી તેની પણ તપાસ આદરી છે. જા કે પોલીસને હજી સુધી કોઈ સુસાઈડ નોટ ન મળતા આ મનાતી આત્મહત્યા પાછળનું રહસ્ય ઘેરાયું છે. હવે જા કોઈએ હત્યા કરી હોય તો પણ તે શા માટે કરી હોય અને તેની પાછળનો ઇરાદો શું હોય તે પણ પોલીસે શોધવો પડે. આત્મહત્યા કરી હોય તો પછી તો સવાલ જ સર્જાતો નથી. તેના માટે પતિ સહિત ઘણા સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાય છે. પોલીસ આ ઉપરાંત હત્યાના ગુનાની દિશામાં પણ સંભાવના ચકાસી રહી છે. બંનેની હત્યા કરીને તેમને અહીં લટકાવી દેવામાં આવ્યા હોય તેવી સંભાવના પર પણ પોલીસ વિચાર કરી રહી છે.








































