રાજુલામાં શિવજ્યોતિ એકલીંગજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તારીખ ૦૩/૦૬/૨૦૨૬ના રોજ મેવાડા બ્રહ્મ સમાજના વિદ્યાર્થીઓ માટે ચોપડા વિતરણના એક વિશેષ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવાકીય કાર્યક્રમમાં ટ્રસ્ટના મેનેજિંગ ડિરેક્ટર ભરતભાઈ વ્યાસ સહિત દેવાંગભાઈ ત્રિવેદી, વિભાકરભાઈ પંડ્યા, આકાશભાઈ ત્રિવેદી, પ્રણવભાઈ ત્રિવેદી, સંદીપભાઈ ઉપાધ્યાય, મનીષભાઈ ત્રિવેદી, યોગેશભાઈ દેસાઈ અને પ્રવિણભાઈ ત્રિવેદી જેવા અગ્રણીઓની પ્રેરણાદાયી ઉપસ્થિતિ જોવા મળી હતી. આ મહાનુભાવોના હસ્તે રાજુલાના ઉત્સાહી વિદ્યાર્થીઓને કુલ ૬૫૦ ચોપડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રદ્યુમનભાઈ વ્યાસ, સંજયભાઈ ત્રિવેદી, હરેશભાઈ વ્યાસ અને દર્શિતભાઈ ત્રિવેદી તેમજ સમાજના અન્ય આગેવાનોએ હાજર રહીને વિદ્યાર્થીઓને શિક્ષણ પ્રત્યે વધુ જાગૃત થવા માટે પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.










































