કોડીનાર તાલુકામાં આવેલા જમજીર ધોધ ખાતે જાહેરનામાનો ભંગ કરીને સોશિયલ મીડિયા માટે રીલ્સ બનાવનાર પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. ભૂતકાળમાં અહીં અનેક જીવલેણ અકસ્માતો બન્યા હોવાથી વહીવટી તંત્ર દ્વારા ધોધ નજીક જવા, પાણીમાં પ્રવેશવા અને ન્હાવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમ છતાં પાંચ યુવાનોએ ધોધ નજીક જઈ ન્હાતા હોવાના વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા. વીડિયો તંત્રના ધ્યાનમાં આવતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગીર સોમનાથના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટના આદેશથી તપાસ શરૂ કરવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્રએ જણાવ્યું છે કે પ્રતિબંધનો હેતુ નાગરિકોની સુરક્ષા અને જાનહાનિ અટકાવવાનો છે. જાહેરનામાનો ભંગ કરનાર પાંચ શખ્સોની પોલીસે ધરપકડ કરી છે