ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી અને અમરેલી વિધાનસભાના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયાના જન્મદિવસ નિમિત્તે અમરેલી શહેરમાં વિશાળ રક્તદાન કરવામાં આવશે. વેદ વોલેન્ટરી બ્લડ સેન્ટરના સહયોગથી રક્તદાનનો મુખ્ય હેતુ જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર રક્ત ઉપલબ્ધ કરાવવાનો છે
આ આયોજનમાં અમરેલી શહેર ભાજપના મહામંત્રી રાકેશભાઈ સાવલિયા તથા ડાયમંડ એસોસિયેશનના પ્રમુખ લલિતભાઈ ઠુંમરના સહયોગથી વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. આયોજકોના જણાવ્યા અનુસાર, સામાન્ય રીતે એક બોટલ રક્તની કિંમત આશરે રૂ.૧૦૦૦ જેટલી હોય છે, પરંતુ આ જન્મદિવસ નિમિત્તે અમરેલી જિલ્લાના કોઈપણ જરૂરિયાતમંદ વ્યક્તિને રક્ત વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવશે.આ રક્તદાન કેમ્પ ૯ જૂન, ૨૦૨૬ના રોજ સવારે ૭ઃ૦૦ વાગ્યાથી સાંજે ૭ઃ૦૦ વાગ્યા સુધી યોજાશે. કાર્યક્રમનું સ્થળ અમરેલી શહેરના ચક્કરગઢ રોડ પર આવેલ મન પ્લાઝા લક્ષ્મી ડાયમંડની સામે નક્કી કરવામાં આવ્યું છે. જરૂરીયામંત દર્દીઓને આજના દિવસે વિનામૂલ્યે રક્ત મળી રહેશે. વાંકીયા મુકામે પણ આરોગ્ય મંદિર ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું છે.








































