અમરેલી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં કામ કરતા સ્વચ્છ ભારત મિશનના ૧૧ માસ કરાર આધારિત કર્મચારીઓ છેલ્લા ૧ર-૧૫ વર્ષથી ફરજ બજાવે છે. સરકાર કાર્યક્રમોમાં કરોડો ખર્ચે પણ આ કર્મચારીઓને વાર્ષિક પગાર વધારો આપવામાં આવતો નથી. છેલ્લા ૫ વર્ષથી ઉપરી અધિકારીઓ મૌખીક ના પાડી રહ્યા છે. મોંઘવારી વધતા સફાઈ કર્મચારીઓને પરિવાર ચલાવવા દેવું કરવું પડે છે. જેથી કર્મચારીઓ તાલુકા વિકાસ અધિકારીઓ અને પદાધિકારીઓને આવેદન પત્ર આપીને વડાપ્રધાનના જન્મદિવસથી શરૂ થતા સ્વચ્છતા હી સેવા ૨૦૨૬ કાર્યક્રમની કામગીરીનો બહિષ્કાર કર્યો છે. ગાંધીનગર ખાતે એસી ઓફિસમાં બેઠેલા અધિકારીઓના મનસ્વી નિર્ણય સામે કર્મચારીઓ ભારે રોષ ફેલાયો છે. અમરેલી જિલ્લામાં કરાર આધારિત કામ કરતા કર્મચારીઓએ આ બાબતે તાલુકા અને જિલ્લા વિકાસ અધિકારીઓને અનેકવાર લેખીત અને મૌખીક રજૂઆત કરેલ છે આમ છતાં અધિકારીઓના પેટનું પાણી હલતુ નથી. જેથી કર્મચારીઓએ સ્વચ્છતા કાર્યક્રમનો જ બહિષ્કાર કરવાનો નિર્ણય લેતા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે.