અમરેલીના નાગનાથ મંદિર પટાંગણ ખાતે નાગનાથ યુવક મંડળ દ્વારા આયોજિત સાર્વજનિક ગણપતિ ઉત્સવના ૧૨૭મા વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે આજે સાંજે મુખ્ય ગણપતિ દાદાની મૂર્તિની મહાઆરતીનું આયોજન કરાયું હતું. આ મહાઆરતી મૂર્તિના દાતા કપિલભાઈ જાની પરિવારના વરદ હસ્તે કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમમાં ભાવિકો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ અંગે રાજનભાઈ જાનીની યાદીમાં જણાવાયું હતું.









































