અમરેલી શહેરમાં સારથી યુથ ક્લબના સિનિયર સિટીઝન પાર્ક તથા ચિતલ રોડ પર આવેલા શીપપાર્ક યુવક મંડળ દ્વારા ગણેશ ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. રાત્રિના સમયે રાજ્ય સરકારના ઉર્જા મંત્રી કૌશિક વેકરિયા, સાંસદ ભરત સુતરિયા તેમજ સ્થાનિક હોદ્દેદારો અને અગ્રણીઓના હસ્તે ગણેશજીની આરતી ઉતારવામાં આવી હતી.આરતી સમયે પંડાલમાં શ્રધ્ધાળુઓની ભારે ભીડ જામી હતી અને દર્શનાર્થીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. ભક્તોએ ગણપતિ બાપ્પાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ વિસ્તારમાં દર વર્ષે અલગ અલગ આગેવાનોના હસ્તે ગણેશ પંડાલમાં આરતી કરીને ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. ઉત્સવ દરમિયાન સમગ્ર વિસ્તારમાં ભક્તિમય માહોલ છવાયેલો રહ્યો હતો.









































