અમરેલી બસ સ્ટેશનમાં આવેલુ શૌચાલય બંધ હોવાથી મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેમાં ખાસ કરીને મહિલા મુસાફરો માટે કઠીન પરિસ્થિતિ સર્જાઈ છે. રાજય સરકાર દ્વારા મુસાફરો માટે અદ્યતન બસ સ્ટેશન બનાવવામાં આવ્યુ છે. એરપોર્ટ જેવી સુવિધાયુકત બસ સ્ટેશન બનાવવામાં આવતા મુસાફરોમાં પણ આનંદની લાગણી પ્રસરી જવા પામી હતી પરંતુ છેલ્લાં ત્રણ દિવસ બસ સ્ટેશનમાં આવેલુ શૌચાલય બંધ હોવાથી મુસાફરોની હાલાકીમાં વધારો થયો છે. જેમાં ખાસ કરીને શૌચાલય બંધ હોવાથી મહિલા મુસાફરોની મુશ્કેલી વધી છે. એક જ શૌચાલય ચાલુ હોવાથી ત્યાં મુસાફરોની ભીડ જાવા મળે છે. લોકોની હાલાકીનો ખ્યાલ રાખીને તાત્કાલીક બસ સ્ટેશનમાં શૌચાલય શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.









































