ધારી પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિક સહિતના વિવિધ નિયમોનું ઉલ્લંઘન કરતા વાહનચાલકો સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ધારી પોલીસ વિભાગની સીધી દેખરેખ હેઠળ હાથ ધરાયેલી કામગીરી દરમિયાન નિયમોનો ભંગ કરતા ૨૪ બાઈક ડિટેઇન કરવામાં આવ્યા હતા. પોલીસની આ કામગીરીને પગલે નિયમોનું પાલન કર્યા વિના વાહન ચલાવતા વાહનચાલકોમાં ફફડાટ જોવા મળ્યો હતો. પોલીસ દ્વારા ડિટેઇન કરવામાં આવેલા વાહનોના માલિકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ વિભાગ દ્વારા વાહનચાલકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા તેમજ જરૂરી દસ્તાવેજો સાથે રાખીને વાહન ચલાવવા અપીલ કરવામાં આવી હતી. નિયમોનું પાલન ન કરનાર વાહનચાલકો સામે આગામી દિવસોમાં પણ કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે તેમ પોલીસ વિભાગ તરફથી જણાવાયું હતું.

































