અમરેલી ખાતે નગરપાલિકા પ્રમુખ વૈશાલીબેન માંગરોળિયાના અધ્યક્ષસ્થાને સેવાકીય કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં વંચિત જૂથના ૭૦થી વધુ બાળકોને શૈક્ષણિક સહાય તેમજ નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી એમ.બી. ગોહિલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કે.વી. મિયાણી, કેરિયા નાગસ પ્રાથમિક શાળાના આચાર્ય રસિકભાઈ મહેતા, સુખનિવાસ પ્રાથમિક શાળાનો સ્ટાફ તથા અમરેલી અને બાબરાના એમઆઈએસ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા પ્રાથમિક શિક્ષક શરાફી મંડળીના પ્રમુખ ધીરુભાઈ કોટડિયા, નીલકંઠ જ્વેલર્સના કેતનભાઈ તથા શરે એન કેર ફાઉન્ડેશન દ્વારા દાતા તરીકે સહયોગ આપવામાં આવ્યો હતો. પહેલનો હેતુ જરૂરિયાતમંદ બાળકોને શિક્ષણ માટે પ્રોત્સાહિત કરી તેમના સર્વાંગી વિકાસને બળ પૂરું પાડવાનો છે.







































