ગુજરાત સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત અમરેલી ખાતે જિલ્લા કક્ષાનો નેશનલ સાયન્સ સેમીનાર યોજાયો હતો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે આયોજિત આ કાર્યક્રમમા ડી.ઈ.ઓ. મનોહરસિંહ ગોહીલ અને અન્ય અગ્રણીઓ હાજર રહ્યા હતા. સેમીનારમાં ભારતીય ઉર્જા બાસ્કેટ-૨૦૪૭ વિષય પર વિદ્યાર્થીઓએ પ્રેઝન્ટેશન રજુ કર્યા હતા. મનોહરસિંહજી ગોહીલે વિદ્યાર્થીઓની સંશોધનાત્મક શક્તિઓને બિરદાવી હતી. સ્પર્ધામા પ્રથમ ક્રમે પ્રીન્સ મકવાણા અને દ્વિતીય ક્રમે ખીમાણી ખંજન આવ્યા હતા. આ બંને વિજેતાઓ હવે રાજ્ય કક્ષાએ પ્રતિનિધિત્વ કરશે. ત્રીજા ક્રમે રોનક હેરમા રહ્યા હતા. તમામ વિજેતાઓ અને ભાગ લેનાર વિદ્યાર્થીઓને મોમેન્ટો તથા સર્ટિફિકેટ આપી સન્માનિત કરાયા હતા.










































