અમરેલી જિલ્લામાં વધુ બે પરિણીતાઓ પર સાસરિયાઓએ અત્યાચાર ગુજાર્યો હોવાના કિસ્સા પ્રકાશમાં આવ્યા છે.પ્રથમ બનાવમાં, હાલ ધારી ખાતે રહેતા નેહાબેન રમણીકભાઈ ઝવેરી (ઉ.વ.૨૨)એ ભાવનગરના સીદસરમાં રહેતા પતિ ગોવિંદજી જગાજી ગેહલોત, સાસુ હંસાબેન જગાજી ગેહલોત, સસરા જગાજી ગોપાજી ગેહલોત તથા ભગાજી ગોપાજી ગેહલોત, કરણજી ગોપાજી ગેહલોત, સરદારજી ગોપાજી ગેહલોત,ગેંદીબેન ભગાજી ગેહલોત અને દેવુબેન ગોપાજી ગેહલોત સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, પતિએ તેમને ગાળો આપી માર માર્યો હતો, જ્યારે અન્ય સાસરિયાઓએ નાની-નાની વાતોમાં ઝઘડો કરી મેણા-ટોણા માર્યા હતા તથા જાનથી મારી નાખવાની ધમકી આપી શારીરિક અને માનસિક ત્રાસ આપ્યો હતો.બનાવ અંગે ધારી પોલીસ સ્ટેશનના પી.આઈ. ધર્મેન્દ્રભાઈ જે. વાળા વધુ તપાસ કરી રહ્યા છે.બીજા બનાવમાં, હાલ લાઠી ખાતે રહેતા સંગીતાબેન રસીકભાઈ પઢીયાર (ઉ.વ.૪૨)એ સુરેન્દ્રનગરના પાટડીમાં રહેતા પતિ અશોકભાઇ જગદિશભાઇ સોલંકી, સસરા જગદિશભાઇ પિતાંબરભાઇ સોલંકી, સાસુ સવિતાબેન
જગદિશભાઇ સોલંકી, જેઠ નવીનભાઇ જગદિશભાઇ સોલંકી અને જેઠાણી જ્યોતીબેન નવીનભાઇ સોલંકી સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, પતિ તેમજ સાસુ-સસરા અને જેઠ-જેઠાણી ઘરકામ બાબતે તથા બીમારી દરમિયાન સારવાર ન કરાવી અવારનવાર મેણા-ટોણા મારી, અપશબ્દો બોલી મારકૂટ કરીને શારીરિક-માનસિક દુઃખ-ત્રાસ આપતા હતા. તેમજ આજદિન સુધી તેમને તેડવા પણ આવ્યા નહોતા. બનાવ અંગે લાઠી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કે.કે. રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.










































