અમરેલી જિલ્લામાં સાયબર ફ્રોડ અવેરનેસ કેમ્પેન ચલાવતી પોલીસનો જ એક કર્મચારી સાયબર ફ્રોડનો ભોગ બન્યો હતો. ખાંભા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ સાથે રૂ.૯૯,૯૯૯ની છેતરપિંડી થઈ હતી.બનાવ અંગે ફારૂકભાઇ ગુલાબભાઇ પઠાણે નોંધાવેલી ફરિયાદ મુજબ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ખાતાનો ઉપયોગ કરનાર અજ્ઞાત ઇસમે ગઇ તા.૧૩/૦૭/૨૦૨૬ના રોજ આ નાણાં સાયબર ક્રાઇમ/છેતરપિંડીના હોવાનું જાણવા છતાં, ફરિયાદીના રૂ.૯૯,૯૯૯ પોતાના એકાઉન્ટમાં મેળવી લીધા હતા. ત્યારબાદ આ રકમ ઇન્ટરનેટ બેંકિંગ દ્વારા અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરીને સગેવગે કરી દીધી હતી. બનાવ અંગે ખાંભા પોલીસ સ્ટેશનના પી.આઈ. કે.વી. ચુડાસમા વધુ તપાસ કરી રહ્યા છે.










































