લીલીયા અને લાઠી વિસ્તારના લોકોની વર્ષો જુની માંગણી આખરે પુરી થઇ છે. લીલીયા મતવિસ્તારના ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના સઘન પ્રયાસને કારણે ગુજરાત સરકારે લીલીયા-લાઠી માર્ગના વિકાસ અને નવીનીકરણ માટે રૂ. ૩૦ કરોડની મોટી રકમ મંજુર કરી છે. આ માર્ગ ભાવનગર અને રાજકોટ જેવા મુખ્ય શહેરોને જોડતો અગત્યનો રસ્તો છે તેથી તેના સુધારાથી સામાન્ય જનતા, વેપારીઓ અને વાહન ચાલકોને મોટી સુવિધા મળશે. માર્ગ સુધરવાથી વાહનવ્યવહાર ઝડપી અને સુરક્ષિત બનશે જેનાથી વિસ્તારના આર્થિક વિકાસને પણ નવી ગતિ મળશે. ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર માન્યો અને કહ્યું કે રાજ્ય સરકાર હંમેશા પ્રજાના કામ માટે તત્પર રહે છે. આ નિર્ણયથી સ્થાનિક ભાજપ આગેવાના, કાર્યકરો અને ગ્રામજનોમાં આનંદની લાગણી ફેલાઇ છે અને તેઓએ સરકાર તથા ધારાસભ્યનો આભાર વ્યક્ત કર્યો છે.