લાઠીના આંબરડી ગામે વાડીમાં બે લોકોને ઝટકા મશીનનો ઈલેક્ટ્રિક શોક લાગ્યો હતો. બનાવ અંગે મૂળ દાહોદના ગરબાડા તાલુકાના જરીખરેલી ગામના બારિયા ફળિયાના અને હાલ આંબરડી ગામે વાડી વિસ્તારમાં રહેતા લાલાભાઈ ચકરાભાઈ ભાભોર (ઉ.વ. ૩૬)એ જાહેર કર્યા મુજબ, રાજુભાઈ કચરાભાઈ ભાભોર (ઉ.વ. ૨૧) તથા લક્ષ્મીબહેન કચરાભાઈ ભાભોર (ઉ.વ. ૧૬)ને ઝટકા મશીનના વાયરનો ઈલેક્ટ્રિક શોક લાગ્યો હતો. દામનગર પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. એ.એમ. રાધનપરા વધુ તપાસ કરી રહ્યા છે.








































