અમરેલીની શ્રી શાંતાબા જનરલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ ખાતે ચક્ષુદાન સપ્તાહની ઉજવણી અંતર્ગત ચક્ષુદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજમાં નેત્રદાન અંગે જાગૃતિ ફેલાવી અંધત્વ નિવારણ માટે લોકોને પ્રેરિત કરવાનો હતો. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, સાવરકુંડલા શાખાના સેક્રેટરી મેહુલભાઈ વ્યાસે ચક્ષુદાનનું મહત્વ અને તેની પ્રક્રિયા અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે ચક્ષુદાનને મહાદાન ગણાવી તેના દ્વારા અંધ વ્યક્તિના જીવનમાં પ્રકાશ લાવી શકાય તેમ જણાવ્યું હતું. તેમના માર્ગદર્શનથી પ્રેરાઈ અનેક લોકોએ ચક્ષુદાન કરવાનો સંકલ્પ લીધો હતો. કાર્યક્રમમાં ડો. આર.એમ. જીતિયા, દિનેશભાઈ કાપડિયા, ડો. પૂજા, ડો. હિરેન ઘાટડ, ડો. રોશની પરમાર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.