ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ તથા અમરેલી કલેક્ટરની સૂચના અનુસાર સાવરકુંડલા મામલતદાર કચેરી દ્વારા તાલુકાની ૧૯ સેજા હેઠળના કુલ ૭૯ મહેસૂલી ગામો માટે તલાટીઓનું નવું ડ્યુટી ચાર્ટ જાહેર કરવામાં આવ્યું છે. નાગરિકોને મહેસૂલી કામગીરી માટે તલાટીની ઉપલબ્ધતા અંગે અગાઉથી જાણકારી રહે અને અરજીઓનો સમયબધ્ધ નિકાલ થાય તે હેતુથી આ આયોજન કરાયું છે. નવા સમયપત્રક મુજબ મહેસૂલી તલાટીઓ સોમવાર, મંગળવાર અને બુધવારે પોતાના સેજા હેઠળના ગામોમાં ફરજ બજાવશે.ગુરુવારે તમામ તલાટીઓ મામલતદાર કચેરી, સાવરકુંડલા ખાતે હાજર રહેશે. જ્યારે શુક્રવાર અને શનિવારે સેજા હેઠળના ગામોમાં ક્ષેત્રીય કામગીરી કરશે. સાવરકુંડલા-સામાપાદર અને કુંડલા-૨ સહિત ત્રણ સીટી તલાટીઓ તમામ દિવસ મામલતદાર કચેરી ખાતે ફરજ બજાવશે.








































