પીઠવાજાળ ખાતે આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે તા. ૨ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ વિઝન ફોર વાઇલ્ડ લાઇફ ફાઉન્ડેશન અને આરોગ્ય મંદિરના સહયોગથી પરપ્રાંતીય મજૂર વર્ગની સગર્ભા અને ધાત્રી માતાઓ માટે પૌષ્ટિક આહાર કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. રશ્મિકાંત જોશી અને તાલુકા હેલ્થ ઓફિસર એસ.બી. સતાણીના માર્ગદર્શન હેઠળ ડો. રમેશ ચૌહાણની ઉપસ્થિતિમાં પીઠવાજાળ, વિઠ્ઠલપુર અને તરકતળાવની ૧૯ જેટલી સગર્ભા અને ધાત્રી માતાઓને એક માસ ચાલે તેટલી પોષણ કીટનું વિતરણ કરાયું હતું. ડો. રમેશ ચૌહાણે વાડી વિસ્તારમાં રહેતા લોકોને વન્યજીવોથી સાવચેત અને સલામત રહેવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. આગામી સમયમાં છ મહિના ચાલે તેટલી પૌષ્ટિક આહાર કીટ આપવાનું આયોજન છે. કાર્યક્રમમાં સરપંચ, ગામના આગેવાનો તથા આરોગ્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.