જાફરાબાદ શહેરમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ભક્તિ અને ઉત્સાહભેર ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શહેરની હવેલી ખાતે ભગવાન શ્રીકૃષ્ણની ભવ્ય મહાઆરતી યોજાયા બાદ પરંપરાગત મટકી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાઆરતી પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, દુર્ગાવાહિની અને માતૃશક્તિ સહિતના હિન્દુ સંગઠનોના કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે ભાવેશભાઈ સોલંકી, નગરપાલિકા પ્રમુખ રવિનાબેન બારૈયા, પ્રફુલભાઈ બારૈયા, કોળી સમાજના પટેલ મનહરભાઈ બારૈયા, વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ કમલેશભાઈ સાંખટ, બજરંગ દળના પ્રમુખ શૈલેષભાઈ વઢવાણા, વિનોદભાઈ પંડ્યા, સંદીપભાઈ શિયાળ, વેપારી પ્રમુખ જયેશભાઈ ઠાકર, હર્ષદભાઈ મહેતા, સંજયભાઈ અને વલ્લભભાઈ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.મહાઆરતી બાદ જાફરાબાદની મુખ્ય બજારમાં અલગ-અલગ સ્થળોએ મટકી ફોડના કાર્યક્રમો યોજાયા હતા. શોભાયાત્રામાં ધારાસભ્ય હીરાભાઈ સોલંકી પણ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર શહેર કૃષ્ણમય બન્યું હતું અને શ્રધ્ધાળુઓએ ભક્તિભાવ સાથે જન્મોત્સવની ઉજવણી કરી હતી.









































