રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત સ્પોટ્ર્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ખેલ મહાકુંભ-૨૦૨૬નું આયોજન કરવામાં આવનાર છે. તેમાં ભાગ લેવા ઇચ્છુક ખેલાડીઓએ તા. ૨૨ સપ્ટેમ્બર સુધી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. નિયત વયજૂથના ખેલાડીઓએ વેબસાઈટ પર નોંધણી કરવાની રહેશે. દરેક ખેલાડી વધુમાં વધુ બે રમતોમાં ભાગ લઈ શકશે. અગાઉથી KMK ID ધરાવતા ખેલાડીઓએ જૂની IDથી જ નોંધણી કરાવવાની રહેશે. શાળાના વિદ્યાર્થીઓએ શાળા મારફતે તથા કોલેજના વિદ્યાર્થીઓએ ઓનલાઈન અથવા કોલેજ મારફતે નોંધણી કરાવવાની રહેશે. ૪૦ અને ૫૦ વર્ષથી વધુ વયના તેમજ અભ્યાસ ન કરતા ખેલાડીઓ પણ વયજૂથ મુજબ નોંધણી કરાવી શકશે.









































