રાજુલા નાગરિક સહકારી બેંકનું નવનિર્મિત અધ્યતન ભવન તથા સેફ ડિપોઝિટ વોલ્ટ લોકરનું લોકાર્પણ તા. ૧૩ સપ્ટેમ્બર, રવિવારના રોજ કરવામાં આવશે. સાંસદ ભરતભાઈ સુતરીયાના હસ્તે ઉદ્ઘાટન થશે. ૧૯૭૧માં સ્થાપાયેલી બેંક દ્વારા ગ્રાહકોને RTGS, NEFT, CTS, QR સહિતની બેન્કિંગ સેવાઓ આપવામાં આવી રહી છે. કાર્યક્રમમાં હિરાભાઈ સોલંકી, મહેશભાઈ કસવાળા સહિતના આગેવાનો અને સહકારી ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. બપોરે ૪ કલાકે ઉદ્ઘાટન, ૫ કલાકે સામાન્ય સભા અને સાંજે ૭ઃ૩૦ કલાકે ભોજન સમારોહ યોજાશે. આશરે ૧૫૦૦ ખાતેદારો ઉપસ્થિત રહેવાની સંભાવના છે. પ્રમુખ વિજયભાઈ કોટલા, ઉપપ્રમુખ કશ્યપભાઈ પારેખ અને મેનેજર જીગ્નેશભાઈ જોષીએ સૌને આમંત્રણ પાઠવ્યું છે.








































