ભાવનગર-સોમનાથ હાઇવે પર રાજુલાના નિંગાળા નજીક કન્ટેનર અને મોટરસાયકલ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં મોટરસાયકલ સવાર એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. અકસ્માત અંગેની જાણ થતાં જ ૧૦૮ એમ્બ્યુલન્સ અને પીપાવાવ મરીન પોલીસની ટીમ તુરંત ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ઇજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.