લીલીયા તાલુકાના નાના લીલીયા ગામે કૃષ્ણ જન્મોત્સવની ભક્તિભાવ અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. શોભાયાત્રા અશરફ મિયા બાપુની દરગાહ ખાતે પહોંચતા દરગાહ પરિવાર દ્વારા ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું અને ભક્તો માટે ચા-પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. પ્રસંગે તાલુકા પંચાયત સદસ્ય રણજીતભાઈ ખુમાણ, કલ્યાણભાઈ સોજીત્રા સહિત આગેવાનો, મંદિરના પૂજારી ભક્તિ રામ બાપુ, દરગાહ પરિવારના મમદુબાપુ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.