‘હું તો કાગળિયા લખી લખી થાકી, સરકાર તારા મનમાં નથીપ હું તો આજીજી કરી કરી થાકી, સરકાર તારા મનમાં નથીપ’ ગીતના માધ્યમથી સરકાર સામે પોતાની વ્યથા વ્યક્ત કરતી આંગણવાડી બહેનોનો અવાજ આજે અમદાવાદના સરદાર ગાર્ડનમાં સંભળાયો હતો. આંગણવાડી કર્મચારીઓ અને આશા વર્કરો દ્વારા લઘુત્તમ વેતન સહિતની વિવિધ પડતર માગણીઓને લઈને બે દિવસના ઉપવાસ અને ધરણાં પ્રદર્શનની શરૂઆત કરવામાં આવી છે. ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન અને ગુજરાત આશા એન્ડ હેલ્થ વર્કર યુનિયનના નેજા હેઠળ રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી બહેનો અમદાવાદમાં એકઠી થઈ છે.મોંઘવારીની સ્થિતિ વચ્ચે સરકારની વિવિધ યોજનાઓ અને આરોગ્ય-સામાજિક ક્ષેત્રની કામગીરી સાથે સંકળાયેલા કર્મચારીઓને મળતું વેતન ખૂબ ઓછું હોવાનો દાવો સંગઠનો દ્વારા કરવામાં આવ્યો છે.
સંગઠનના જણાવ્યા મુજબ હાલમાંઃ આંગણવાડી વર્કરઃ ૧૦,૦૦૦ પ્રતિ માસ.આંગણવાડી હેલ્પરઃ ૫,૫૦૦ પ્રતિ માસ.આશા વર્કરઃ ૪,૫૦૦ પ્રતિ માસ.આ વેતનમાં વધારો કરીને લઘુત્તમ વેતન મુજબ ચુકવણી કરવામાં આવે તેવી મુખ્ય માગ છે.
આંગણવાડી બહેનોના જણાવ્યા પ્રમાણે ગુજરાત હાઈકોર્ટની બેન્ચ દ્વારા આંગણવાડી વર્કર અને હેલ્પરના વેતન અંગે અનુક્રમે ૨૪,૮૦૦ અને ૨૦,૩૦૦ના હુકમ કરવામાં આવ્યા હતા. જાકે, સંગઠનનો આક્ષેપ છે કે આ ચુકાદાનો અમલ કરવાને બદલે રાજ્ય સરકાર દ્વારા મામલો સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. જેના કારણે કર્મચારીઓમાં ભારે નારાજગી છે.ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના સૌરાષ્ટÙ ઝોનના મહામંત્રી સંગીતાબેન દવેએ જણાવ્યું કે તેમની મુખ્ય માગણી સરકાર હાઈકોર્ટના ચુકાદાનો અમલ કરે તે છે. તેમના જણાવ્યા પ્રમાણે જ્યારે પણ કર્મચારીઓ પોતાની માગણીઓ લઈને આંદોલન કરે છે ત્યારે સરકાર દ્વારા બેઠક માટે બોલાવવામાં આવે છે અને વિવિધ આશ્વાસનો આપવામાં આવે છે, પરંતુ વચનોનો અમલ થતો નથી. સંગીતાબેને મોંઘવારીનો મુદ્દો ઉઠાવતા કહ્યું કે વર્તમાન સમયમાં મળતા ઓછા વેતનમાં પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની ગયું છે. તેમના જણાવ્યા પ્રમાણે ઘરવપરાશની સામાન્ય વસ્તુઓ અને ગેસ સહિતના ખર્ચમાં જ મોટી રકમ વપરાઈ જાય છે.
તેમણે સવાલ ઉઠાવ્યો કે આટલા ઓછા વેતનમાં આંગણવાડી બહેનો પોતાના બાળકોના શિક્ષણ અને પરિવારના અન્ય ખર્ચ કેવી રીતે પહોંચી વળે? તેમણે વધુમાં કહ્યું કે જા સરકાર ખરેખર મહિલા સશક્તિકરણની વાત કરે છે તો આંગણવાડી અને આશા વર્કરોને યોગ્ય વેતન આપવું જાઈએ, જેથી પોતાની માગણીઓ માટે તેમને રસ્તા પર ઉતરવાની ફરજ ન પડે.ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના મહામંત્રી કૈલાશબેને દાવો કર્યો કે વર્ષોથી રજૂઆતો કરવા છતાં કર્મચારીઓની માગણીઓનો યોગ્ય ઉકેલ આવ્યો નથી. તેમના જણાવ્યા પ્રમાણે કામગીરી સતત વધી રહી છે, પરંતુ તેની સરખામણીમાં વેતનમાં જરૂરી વધારો કરવામાં આવ્યો નથી. તેમણે દાવો કર્યો કે ૨૦૧૮થી કેન્દ્ર સરકાર તરફથી વેતનમાં વધારો થયો નથી, જ્યારે ૨૦૨૨ બાદ રાજ્ય સરકાર દ્વારા પણ વેતનમાં વધારો કરવામાં આવ્યો નથી. મોંઘવારીમાં સતત વધારો થઈ રહ્યો હોવાથી કર્મચારીઓના વેતનમાં પણ તે પ્રમાણે વધારો કરવામાં આવે તેવી માગ તેમણે કરી છે.કૈલાશબેને સરકાર પર આક્ષેપ કરતા કહ્યું કે આંદોલન દરમિયાન બેઠકો યોજી આશ્વાસન આપવામાં આવે છે, પરંતુ વચનો પૂરા થતા નથી. તેમણે કહ્યું કે ચૂંટણી સમયે આંગણવાડી બહેનો ની કામગીરી લેવામાં આવે છે. મતદાર યાદી અને બીએલઓની કામગીરીથી લઈને ચૂંટણી દરમિયાન બુથ પરની જવાબદારી સુધી વિવિધ કામગીરીમાં બહેનો જાડાય છે. તેમનો આક્ષેપ છે કે ચૂંટણી કે મોટા કાર્યક્રમો દરમિયાન સરકારને આ બહેનોની કામગીરી યાદ આવે છે, પરંતુ ત્યારબાદ તેમની પડતર માગણીઓ તરફ પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી.હાલ અમદાવાદના સરદાર ગાર્ડનમાં બે દિવસ માટે ધરણાં અને ઉપવાસ શરૂ કરવામાં આવ્યા છે. સંગઠનો દ્વારા સરકાર સમક્ષ વેતન સહિતની વિવિધ પડતર માગણીઓનો તાત્કાલિક ઉકેલ લાવવાની માગ કરવામાં આવી છે. જા સરકાર દ્વારા માગણીઓ અંગે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી સમયમાં આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની ચીમકી પણ સંગઠનના આગેવાનો દ્વારા આપવામાં આવી છે.આંગણવાડી અને આશા વર્કરોના આ વિરોધ વચ્ચે હવે સરકાર તરફથી શું પ્રતિસાદ આપવામાં આવે છે અને કર્મચારીઓની માગણીઓ અંગે કોઈ નિર્ણય લેવાય છે કે નહીં તેના પર સૌની નજર છે.