રાજકોટના દિવંગત અરવિંદભાઈ મણિયારની ૪૩મી પુણ્યતિથિ નિમિત્તે બગસરા નાગરિક શરાફી સહકારી મંડળી દ્વારા મિડલ સ્કૂલ ખાતે શૈક્ષણિક કીટ અર્પણ સમારોહ યોજાયો હતો. મંડળીના એમ.ડી. નિતેષભાઈ ડોડિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમનું ઉદ્ઘાટન શ્રીજી ગોલ્ડ પ્લેટિંગના ભાવેશભાઈ ભાનાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. મંડળીની સ્થાપના અરવિંદભાઈ મણિયારની સ્મૃતિમાં કરવામાં આવી હોવાથી દર વર્ષે તેમની પુણ્યતિથિ નિમિત્તે સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. આ વર્ષે બગસરાની તમામ ૮ શાળાના દત્તક વિદ્યાર્થીઓને વર્ષભરની શૈક્ષણિક કીટ અર્પણ કરવામાં આવી હતી. મંડળીના સ્થાપનાકાળના સભાસદ અમૃતભાઈ ચૌહાણ અને ભીખુભાઈ છાંટબારનું સન્માન કરાયું હતું. બાળકો માટે જ્ઞાન સાથે ગમ્મત કાર્યક્રમ યોજી ઈનામો આપી પ્રોત્સાહિત કરાયા હતા.









































