મમતા બેનર્જીના ભત્રીજા અને ટીએમસીના મહાસચિવ અભિષેક બેનર્જીના પીએ સુમિત રોયની મુશ્કેલીઓ વધી ગઈ છે. સુમિત રોયને સુપ્રીમ કોર્ટ તરફથી કોઈ રાહત મળી નથી. તેમની આગોતરા જામીન અરજી ફગાવી દેવામાં આવી છે. થોડા સમય પછી, રોયની પશ્ચિમ બંગાળના કાલીઘાટમાં ધરપકડ કરવામાં આવી હતી.સાલબોની જમીન કેસમાં, અભિષેક બેનર્જીના પીએ, સુમિત રોયને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે સુમિત રોયની આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે. આ કેસ પશ્ચિમ બંગાળમાં સાલબોની જમીન કૌભાંડ સાથે સંબંધિત છે.પશ્ચિમ બંગાળ સરકારનો આરોપ છે કે સરકારી જમીન ખાનગી જમીન હોવાનો દાવો કરીને નકલી દસ્તાવેજાનો ઉપયોગ કરીને વેચવામાં આવી હતી. તપાસમાં સુમિત રોયના બેંક ખાતામાં મોટી રકમ જમા થયાનું પણ બહાર આવ્યું છે. પશ્ચિમ બંગાળ સરકારનું પ્રતિનિધિત્વ કરતા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે આશરે ૧૫ કરોડના વ્યવહારો શોધી કાઢવામાં આવ્યા છે, જેમાં લાખોની રોકડ જમાનો પણ સામેલ છે.
સુપ્રીમ કોર્ટમાં, સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે સુમિત રોયની કસ્ટડીમાં પૂછપરછ જરૂરી છે કારણ કે તે તપાસ દરમિયાન ઘણા પ્રશ્નો ટાળી ચૂક્્યા હતા. બીજી તરફ, સુમિત રોયના વકીલે આ આરોપોને નકારી કાઢ્યા હતા, અને કહ્યું હતું કે તેમણે તપાસમાં સંપૂર્ણ સહકાર આપ્યો હતો અને પૂછપરછનું વીડિયોગ્રાફી કરવામાં આવ્યું હતું.૩ ઓગસ્ટ, ૨૦૨૬ ના રોજ, કોલકાતા હાઇકોર્ટે આ કેસમાં સુમિત રોયની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી. ત્યારબાદ, તેમણે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો, પરંતુ ત્યાંથી પણ તેમને કોઈ રાહત મળી નહીં.અને સ્પેશિયલ ટાસ્ક ફોર્સ ની ટીમોએ ટીએમસી સાંસદ અભિષેક બેનર્જીના કાલીઘાટ સ્થિત ઘરેથી સુમિત રોયની ધરપકડ કરી હતી. જાકે, અભિષેક બેનર્જીને અગાઉ સુપ્રીમ કોર્ટ તરફથી નોંધપાત્ર રાહત મળી હતી, જેમાં તેમને આંખની સારવાર માટે ત્રણ અઠવાડિયા માટે વિદેશ પ્રવાસ કરવાની પરવાનગી આપવામાં આવી હતી.








































