ભાવનગર-સોમનાથ નેશનલ હાઇ-વે રોડ પર કથીવદર પરા ગામના પાટીયા નજીક પૂરઝડપે આવતી ફોરવ્હીલ ગાડી (ય્ત્ન-૦૧-ઇય્-૨૪૩૯)ના ચાલકે મોટરસાઇકલને જોરદાર ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. આ ત્રિપલ સવારી બાઇક પર વીસળીયા ગામના રમેશભાઇ દેવાભાઇ ભાલીયા તેમના મિત્રો વાઘજીભાઇ શિયાળ અને શૈલેષભાઇ જોળીયા સાથે જઇ રહ્યા હતા.અકસ્માતમાં મોટરસાઇકલ પર સવાર વાઘજીભાઇને માથાના ભાગે ગંભીર ઇજા થતાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે ફરિયાદી રમેશભાઇને ડાબા પગે સાથળ તથા ગોઠણના ભાગે ફ્રેક્ચર અને શૈલેષભાઇને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જી કાર ચાલક ફરાર થઇ જતાં રાજુલા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.