બાંગ્લાદેશ હાઇકોર્ટે રવિવારે હિન્દુ સંત ચિન્મય કૃષ્ણદાસને મોટી રાહત આપી, વધુ બે કેસમાં જામીન આપ્યા છે. આ સાથે, ચિન્મય કૃષ્ણ દાસને હવે કુલ ચાર કેસમાં જામીન મળ્યા છે. જામીન છતાં, તેમને તાત્કાલિક જેલમાંથી મુક્ત કરવામાં આવશે નહીં, કારણ કે તેમની સામે હજુ પણ બે અન્ય કેસ બાકી છે અને તેમને તેમાં જામીન મળ્યા નથી.ચિન્મય કૃષ્ણ દાસના વકીલ, અપૂર્વ કુમાર ભટ્ટાચાર્યએ જણાવ્યું હતું કે ન્યાયાધીશ ઝાહિદ સરવર અને ન્યાયાધીશ શેખ અબુ તાહેરની બનેલી બે સભ્યોની હાઈકોર્ટ બેન્ચે રવિવારે બે કેસોની સુનાવણી બાદ જામીન મંજૂર કર્યા હતા. વકીલના મતે, આ કેસોમાં હત્યાનો પ્રયાસ, તોડફોડ, સરકારી કામમાં અવરોધ અને અન્ય સંબંધિત આરોપોનો સમાવેશ થાય છે.
ચિન્મય કૃષ્ણ દાસના વકીલે જણાવ્યું હતું કે ૨ ઓગસ્ટના રોજ, ચિન્મય કૃષ્ણ દાસને અગાઉ બે કેસમાં જામીન મંજૂર કરવામાં આવ્યા હતા. રવિવારે વધુ બે કેસમાં જામીન મંજૂર થયા પછી, તેમણે હવે કુલ ચાર કેસમાં જામીન મેળવ્યા છે.ચિન્મય કૃષ્ણ દાસને ચાર કેસમાં જામીન મંજૂર કરવામાં આવ્યા હોવા છતાં, તેમની મુશ્કેલીઓ સંપૂર્ણપણે સમાપ્ત થઈ નથી. તેમની સામે બે કેસ બાકી છે. આમાંથી એક કેસ રાજદ્રોહના આરોપોથી સંબંધિત છે, જ્યારે બીજા કેસ ચિત્તાગોંગમાં નોંધાયેલ હત્યાનો કેસ છે. તેમના વકીલના મતે, જ્યાં સુધી તેમને આ બંને કેસમાં જામીન ન મળે ત્યાં સુધી તેમને જેલમાંથી મુક્ત કરી શકાતા નથી.ચિન્મય કૃષ્ણ દાસની ૨૫ નવેમ્બર, ૨૦૨૪ના રોજ ઢાકા એરપોર્ટ પર ધરપકડ કરવામાં આવી હતી. તેઓ અગાઉ ઇસ્કોનના નેતા અને પ્રવક્તા તરીકે સેવા આપી હતી. બાદમાં તેમણે બાંગ્લાદેશ સંમિલિત સનાતની જાગરણ જાતના પ્રવક્તા તરીકે સેવા આપી હતી. તેમની ધરપકડ બાંગ્લાદેશના રાષ્ટÙધ્વજનું અપમાન કરવાના આરોપસર કરવામાં આવી હતી.
તેમની ધરપકડથી બાંગ્લાદેશમાં વ્યાપક વિરોધ પ્રદર્શનો થયા હતા. ૨૭ નવેમ્બર, ૨૦૨૪ના રોજ, ચિત્તાગોંગ કોર્ટ બિલ્ડીંગની બહાર તેમના સમર્થકો અને કાયદા અમલીકરણ એજન્સીઓ વચ્ચે અથડામણ થઈ હતી. હિંસામાં એક વકીલનું પણ મોત થયું હતું.નોંધનીય છે કે ચિન્મય કૃષ્ણ દાસ બાંગ્લાદેશમાં હિન્દુઓના અધિકારો માટે અવાજ ઉઠાવતા રહ્યા છે. તેમણે લઘુમતી સંરક્ષણ કાયદો, લઘુમતીઓ વિરુદ્ધના કેસોની ઝડપી સુનાવણી માટે વિશેષ ટ્રિબ્યુનલની સ્થાપના અને લઘુમતી બાબતો માટે અલગ મંત્રાલય બનાવવાની હાકલ કરી છે.ઓગસ્ટની શરૂઆતમાં, તેમની કાનૂની ટીમે તેમની મુક્તિ માટેની ધીમી પ્રક્રિયા પર ચિંતા વ્યક્ત કરી હતી. ટીમે તેમની વહેલી મુÂક્ત માટે રાજકીય ઇચ્છાશક્તિનો અભાવ હોવાનો આરોપ લગાવ્યો હતો. હવે, ચાર કેસમાં તેમને જામીન મળ્યા પછી, તેમના સમર્થકો બાકીના બે કેસમાં સુનાવણી પર નજર રાખી રહ્યા છે.








































