અમરેલી જિલ્લામાં પોલીસે ૩ સ્થળેથી ૧૬ લીટર દેશી દારૂ જપ્ત કર્યો હતો. ધારીમાં કુબડા જવાના રસ્તે પુલ નીચેથી પાણીયા ગામનો યુવક ૧૦ લીટર દેશી દારૂ સાથે પકડાયો હતો. જાફરાબાદના નાના લોઠપુરના યુવક પાસેથી ૪ લીટર તથા ભૂખળી સાથળીથી બરવાળા ગામ વચ્ચે વડીયાનો યુવક ૨ લીટર દેશી દારૂ સાથે પકડાયો હતો. જિલ્લામાં વિવિધ સ્થળેથી ૧૦ લોકો કેફી પીણું પીધેલી હાલતમાં ફરતાં મળી આવ્યા હતા.