સા.કુંડલાના મઢડા ગામે ૭ સપ્ટેમ્બરે બપોરે રવજીભાઇ ભીખાભાઇ ભાલીયાની પાડી વલકુભાઇ નાનભાઇ જાંજડાના ખેતરમાં ગઈ હતી. આ વાતનું મનદુઃખ રાખી આરોપી ઉશ્કેરાઈ ગયો હતો. તે ફરીયાદીના ઘર પાસે ગયો અને લાકડી જેવી સોટીથી વાસામાં મૂઢ ઇજા કરી હતી. આરોપીએ ગાળો આપીને મારમારવાની ધમકી આપી હતી.